પૃષ્ઠો

સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર
સુવિચાર :- "સમય પ્રતિકૂળ હોય ત્યાં સુધી શત્રુને પણ ખભે ઉપાડીને ફરવો જોઈએ,પરંતુ ,જયારે સમય આવે ત્યારે જેમ પથ્થર પર માટીના ઘડાને ફોડી નખાય છે.તેમ શત્રુ ને ભેદી નાખવો --માલ્યવાન

ગુરુવાર, 2 ઑગસ્ટ, 2012

એક સાથે પુસ્તક વાંચન

એકવીસમી સદીએ જ્ઞાનની સદી છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનું એવું સ્વપ્ન છે કે સ્વિર્ણમ ગુજરાતે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણાં સૌમાં જ્ઞાનની એક અમાપ, અભૂતપૂર્વ ભૂખ ઉઘડે. જ્ઞાન શક્તિના યુગમાં વાંચન એ માનવજીવનના વિકાસ માટે ઘણો મોટો આધાર છે. સારાં પુસ્તકો સાચે માર્ગે દોરી પ્રકાશ બતાવે છે. જ્ઞાન મેળવવું એ આત્માની ભૂખ છે અને તે વાંચનથી સંતોષાય છે. પુસ્તકોમાં આત્મા હોય છે જે કદી નાશ પામતો નથી. ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે. વાચન માનવીને કેળવે છે, ઘડે છે. વાંચન માનવીની ક્ષિતિજોને વિસ્તારે છે. વાંચન સંસ્કાર એ આપણાં ૧૬ સંસ્કાર જેવો જ અગત્યનો સંસ્કાર છે. આજે આપણી અનેક મર્યાદાઓનું મૂળ વિચારશૂન્યતામાં છે અને વિચારશૂન્યતા વાચનના અભાવને કારણે પેદા થાય છે. 
ઉપરોક્ત હેતુ સિદ્ધ થાય તે હેતુસર તારીખ ૩૦-૧૦-૨૦૧૦ના રોજ એક સાથે વાંચશે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત શ્રી ઝીકડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સવારે ૯થી ૧૦ સુધી પુસ્તક વાંચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા ૧ કલાક સુધી વિવિધ પુસ્તકોનું વાંચન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક કલાક વાંચેલા પુસ્તકોની સમીક્ષા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઝીકડી ગામના સરપંચ શ્રી નારણભાઈ અને ગામના અન્ય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને ઉપસ્થિત જનસમુહને પુસ્તક વાંચનના ફાયદા સમજાવ્યા હતા.


પુસ્તકનું મૂલ્ય રત્નથી પણ વિશેષ છે. રત્ન 
બાહ્યચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને અજવાળે છે. જેને પુસ્તક  વાંચવાનો શોખ છે તે સર્વત્ર સુખી રહી શકે છે. પુસ્તકો મન માટે સાબુનું કામ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો